ધોરાજી ખાતે સક્ષમ ર૦૧૮ રાષ્ટ્રીય અભિયાન હેઠળ રાષ્ટ્રીય ઉર્જા બચાવવા સાયકલ રેલી
ધોરાજી ખાતે કે.ઓ શાહ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ બચાવો રેલી યોજાઇ હતી જેમાં પેટ્રોલીયમ કન્વર્ઝન રીચર્સ એસોસીએશન (પીસીઆરએ) દ્વારા તેલ અને ગેસ કંપનીએ વર્ષ ૧૬ જાન્યુઆરી-ર૦૧૮થી ૧પ ફેબ્રુઆરી ર૦૧૮ સુધી આખા દેશમાં તેલ અને ગેસ સરમણ અભિયાન આયોજીત કરવામાં આવે જેનો વિષય છે સક્ષમ ર૦૧૮ આ સમય દરમ્યાન લોકો સાથે અલગ અલગ મુદાઓ ચર્ચા અને સમાધાન તથા પેટ્રોલીયમ ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ વગેરે વિશે તજજ્ઞનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ અને સ્વાસ્થ અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રયાસો કરવા ર૧ જાન્યુઆરી ર૦૧૮ રોજ ધોરાજીના કે.ઓ. શાહ પેટ્રોલ પંપેથી પેટ્રોલ બચાવો અભ્યાનરૂપે શાળાના બાળકો, યુવાનો અને આમ લોકો સમયકલ રેલીમાં જોડાયા અને ધોરાજી શહેરના જુદા જુદા માર્ગ પર સાયકલ રેલી ફરેલ આ તકે કે.ઓ. શાહ પેટ્રોલ પંપના પરાગભાઇ શાહ, અમીતભાઇ શાહ, કાતીકેય પારેખ અને આદર્શ સ્કૂલના શિક્ષકો હાજર રહેલ આ તકે એંકીતભાઇ શુકલા હાજર રહેલ હતા.