સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd December 2017

પોલીસ સ્વાંગમાં લૂંટારૂઓત્રાટકયાઃ અઢી લાખના દાગીના લઈને ફરાર

વઢવાણ, તા. ૨૨ :. સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલા સી.એન. જ્વેલર્સના શો રૂમમાં કામ કરતા અને વઢવાણ કસ્બા શેરીના નાકા વિસ્તારમાં રહેતા આનંદભાઈ વિષ્ણુભાઈ રાઘવાણી (દંપાળા) સાંજના સમેય સોનાના છ કડલા કિં. રૂ. ૨૪૯૩૭૭ના લઈને ધ્રાંગધ્રાની સી.એન. જ્વેલર્સની બ્રાન્ચ ખાતે દેવા માટે નિકળ્યા હતા.

આવા જ સમયે આનંદ પાસે ત્રણ શખ્સો આવી પોલીસની ઓળખ આપી આમ શું છે ? અને અમને તમારી ઉપર શંકા છે એવુ જણાવી અને આ કડલા છ નંગ લઈ અને તપાસના નામે ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ આ કડલા લઈ ગયા બાદ રફુચક્કર થઈ જતા આખરે સુરેન્દ્રનગર એ-ડિવીઝનમાં આ અંગેની હાલ ફરીયાદ નોંધાવવા પામેલ છે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(3:37 pm IST)