સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd May 2022

મોરબીમાં 29મીએ માતૃપિતૃ વંદના સન્માન સમારોહ

સેતબંધ ફાઉન્ડેશન મોરબી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજન

મોરબી : સેતબંધ ફાઉન્ડેશન મોરબી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા.29/5/2022ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે પટેલ સમાજની વાડી, મોરબી-રાજકોટ હાઇવે, શકત સનાળા મોરબી ખાતે માતૃપિતૃ વંદના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સંતાનમાં માત્ર એક જ દીકરી ધરાવતા પરિવારોના સન્માનની સાથે સાથે સેવાના ભેખધારી વ્યક્તિઓ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહમાં આમંત્રિતોને પધારવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટસ એસોસિએશનના પ્રમુખ કે.ડી.બાવરવા દ્વારા અનુરોધ કરાયો છે.

 

(10:20 pm IST)