સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd May 2022

જૂનાગઢના દલિત સમાજના યૂવા આગેવાન ઉપર થયેલ પોલીસ ફરિયાદને લઈને માળિયા હાટીનામાં આવેદનપત્ર અપાયું

દલિત સમાજના યુવાનો દ્રારા મામલતદારને આવેદનપત્ર પાઠવી થયેલ પોલીસ ફરિયાદમાં તટસ્થ તપાસ કરી ફરિયાદ રદ કરવા માગ કરી

 માળીયા હાટીના : જૂનાગઢ ખાતે રહેતાદલિત સમાજના યુવા આગેવાન મિત સોંદરવા ઉપર જુનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મારામારી અને અપહરણની પોતાના ડ્રાઈવરના ભાઇ અબફલ સીડાએ કોઇ પૈસાની લેતીદેતી બાબતે ને લઈને મિત સોંદરવા ઉપર પોલીસ ફરિયાદ નોંધવતા દલિતમાં આક્રોશ જોવા મળી રહ્યાં છે માળિયા હાટીના તાલૂકા દલિત સમાજના યૂવાનો મહેશભાઈ કાથડ, ભરતભાઈ સોંદરવા, અજયભાઈ સોંદરવા, ધવલભાઈ સોંદરવા, રમેશભાઇ મકવાણા, અને તાલાલા ખાતે હરીભાઇ સોંદરવા, દલિત સમાજના યુવાનો દ્રારા મામલતદારને આવેદનપત્ર પાઠવી થયેલ પોલીસ ફરિયાદમાં તટસ્થ તપાસ કરી ફરિયાદ રદ કરવા માગ કરી છે

 

(9:23 pm IST)