સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd March 2023

૨૦૦ વર્ષ જૂના બાલાજી મંદિરનું ૧૫ કરોડના ખર્ચે નવ નિર્માણ તથા ૧૨ એપ્રિલથી શ્રીમદ્‌ ભાગવત કથા અને ઘરસભાનું આયોજન

પૂ. નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી અને પૂ. નિલકંઠચરણદાસજી સ્‍વામીના વકતા પદે આયોજન : કથા શ્રવણ અને ઘરસભાનો લાભ લેવા વિવેકસાગર સ્‍વામીનો અનુરોધ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૨૨ : લાખો ભાવિક ભક્‍તોની આસ્‍થાના પ્રતીક સમાન રાજકોટના ભૂપેન્‍દ્ર રોડ નજીક આવેલ શ્રી બાલાજી હનુમાનજી મહારાજની સ્‍થાપના ૨૦૦ વર્ષ પહેલા ભુતᅠપ્રેતને ભગાડવા અને સુખ માટે થઈ હતી.ᅠ જે મંદિરનું હાલ રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે જે એક વર્ષમાં પૂર્ણ થઈ જશે.

શહેરના ભૂપેન્‍દ્ર રોડ મેઇન રોડ સ્‍થિત કરણસિંહજી બાલાજી મંદિરના મહંત વિવેકસાગર સ્‍વામી અનેᅠ ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી અને જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના શાષાી રાધારમણ સ્‍વામી જણાવે છે કે ૨૦૦ વર્ષ પહેલાં અહીં માવજી ભગતની એક વાડી હતી જયાં સ્‍વામિનારાયણ ભગવાનના દિક્ષીત સંત શ્રી ગુણાતીતાનંદ સ્‍વામી અને અ.મૂ.યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્‍વામી સ્‍નાન અને ધ્‍યાન કરવા આવતા હતા , તે સમયે ભૂત પ્રેતનો ઉપદ્રવ હતો જેથી તેને શાંત કરવા અને લોકોની સુખાકારી માટે શ્રી ગુણાતીતાનંદ સ્‍વામીના શિષ્‍ય પૂજય બાલમુકુંદ સ્‍વામીએ બાળ સ્‍વરૂપ બાલાજી હનુમાનજીની સ્‍થાપના કરી હતી જયાં તે સમયે નાની ડેરી હતી જેની પ્રથમ આરતી પૂજય ગુણાતીતાનંદ સ્‍વામીએ કરી હતી સો વર્ષ પહેલા આ મંદિર બન્‍યું હતું. હવે આ મંદિરનું ૧૫ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે દરᅠ શનિવારે ૫૦ હજારથી પણ વધારે ભાવિક ભક્‍તો સંધ્‍યા આરતીનો લાભ લ્‍યે છે સોનાના વરખ સાથેની આકર્ષક દર્શનીય બાલાજી શ્રી હનુમાનજી મહારાજની સંધ્‍યા આરતી ખૂબ જ પ્રખ્‍યાત છે જેથી અહીં દર શનિવારે ૫૦ હજારથી પણ વધુ ભક્‍તો સંધ્‍યા આરતી માટે આવે છે અને બાલાજી હનુમાનજીના દર્શન કરી ધન્‍યતા અનુભવી રહ્યા છે દિનપ્રતિદિન ભક્‍તોનો પ્રવાહ વધતા હવે બાલાજી મંદિરનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. બાલાજી હનુમાનજી મંદિરના ગ્રાઉન્‍ડ ફલોર પર હનુમાનજીના દર્શન અને ધ્‍યાન થઈ શકશે તો પ્રથમ માળે સભા મંડપનું નિર્માણ કરવામાં આવશે જે હનુમાનજી મહારાજ અને થાળ માટે ભોજનની ઉપરાંત પૂજારી અને બ્રાહ્મણ માટે પણ ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભવિષ્‍યમાં અહીં સંસ્‍કૃત પાઠશાળાના નિર્માણનો પણ વિચાર કરાયો છે બાલાજી મંદિરના મેદાનમાં જ સંસ્‍કૃત પાઠશાળા ના નિર્માણની વિચારણા છે અહીં બ્રાહ્મણોના દીકરાઓ માટે અભ્‍યાસ ઉપરાંત જમવા તેમજ રહેવાની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા માટેની વિચારણા કરાઈ છે.

 આગામી દિવસોમાં તા. ૧૨ એપ્રિલ થી ૧૮ એપ્રિલ સુધી રાજકોટની પાવન ધરામાં ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી બાલાજી મંદિર ખાતેᅠશ્રીમદ્‌ ભાગવત કથા તથા ઘરસભાનું પૂજય નિત્‍ય સ્‍વરૂપદાસજી સ્‍વામી તથા પૂજય નિલકંઠચરણદાસજી સ્‍વામીના વક્‍તા પદે આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી વડતાલ ધામ દ્વિશતાબ્‍દી મહોત્‍સવના ઉપક્રમે રાજકોટ શહેરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી દાદાના સાનિધ્‍યમાં નુતન મંદિરના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત કથા તથા ધરસભાનું તા. ૧૨ થી ૧૮ એપ્રિલ ૨૦૨૩ સુધી ભવ્‍ય દિવ્‍ય અને દર્શનીય આયોજન વિવેકસાગર સ્‍વામી તથા દ્વારા કરવામાં આવ્‍યું છે. જેમાં કથા શ્રવણ સમયᅠ બપોરેᅠ ૩.૩૦ થી સાંજે ૬.૩૦ અને સાંજે ૮ᅠ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા સુધી આયોજન થયેલું છે. આ કથાનો અલભ્‍યᅠલાભ લેવા તમામ હરિભક્‍તોને ઉપસ્‍થિત રહેવા મંદિરના કોઠારી મુનિવત્‍સલદાસજી સ્‍વામીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(3:27 pm IST)