સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd March 2023

સાવરકુંડલાના શેલણા ગામે કેમોસમી વરસાદે માલધારીની ભેંસનો ભોગ લીધો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૨: સાવરકુંડલાના શેલણા ગામે ગત  રવિવાર સોમવારના રોજ પડેલા કમોસમી વરસાદથી લાઈટના થાંભલામાં ભેજથી શોર્ટ સર્કિટ થતાં થાંભલા પાસે  માલધારી મહિલા લીલીબેન મગનભાઈ સિધાતરીયાની ભેંસ ચરી રહી હોય તે થાંભલાને અડી જતા ભારે શોર્ટથી ભેંસનું તત્‍કાળ મોત થયું હતું

શોર્ટ સર્કિટથી ભેંસનું મળત્‍યુ થતાં માલધારી પરિવાર ઉપર  જાણે આભમાંથી આફત તૂટી પડી હતી બનાવની જાણ થતા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્‍ય અને પૂર્વ સરપંચ કાળુભાઈ લુણસરે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને ભેંસનું મોત કુદરતી આફતથી થયુ હોય માલધારી મહિલાને વળતર ચૂકવવા રજૂઆત કરી હતી.

(1:37 pm IST)