સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd February 2018

ગોંડલના દેરડીકુંભાજીમાં ખેડૂત ઉપર દીપડાનો હુમલો :ગ્રામજનોમાં ભયનો માહોલ

-ખેતરમાં કામ કરતા વિનુભાઈ દોંગા ઉપર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડતા હોસ્પિટલમાં ખસેડાયા

ગોંડલ તાલુકાનાં દેરડીકુંભાજી ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો છે ખેતીકામ કરતા વિનુ ભાઈ ગોપાલભાઈ દોંગા (ઉમર વર્ષ ૬૦ )સવારના સુમારે નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાં ખેત કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જંગલી પશુઓ અચાનક હુમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે ઘટના અંગે ગોંડલ ફોરેસ્ટર જોષી અને ચુડાસમાએ જણાવ્યું હતું કે હુમલાની માહિતી મળી છે તપાસ કરતા દીપડો હોવાનું જણાયું છે

(9:13 am IST)