માળિયાના વેણાસર ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને માળિયા પોલીસ ઝડપ્યા
માળિયા તાલુકના વેણાંસર ગામમાં આવેલ સામીપરામ જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને માળિયા પોલીસે રૂપિયા ૧૨ હજારથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા.
બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને dysp રાધિકા ભારાઈની દ્વારા જીલ્લામાં પ્રોહી જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય cpi બી.જી.સરવૈયા માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.એચ.ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમિયાન વેણાસર ગામે સામીપરામાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા ત્યાં દરોડો પાડતા વિપુલભાઇ કાનાભાઇ લોલાડીયા , ગુણવંતભાઇ રાસીગભાઇ કુંવરીયા ,પ્રવીણભાઇ ગોવિદભાઇ લોલાડીયા , પ્રભુભાઇ ગેલાભાઇ કુંવરીયા , ઉમેશભાઇ ચંદુભાઇ રાપુસા અને સહુલભાઇ ભૂપતભાઇ ઉડેચા સહિતના છ શખ્સોએ જુગાર રમતા ઝડપી લીધા હતા જેની પાસેથી પોલીસે રૂપિયા ૧૨,૨૦૦ રોકડ કબજે કરી હતી.
આ દરોડાની કાર્યવાહી માં ક્રિપાલસિંહ ચાવડા,મહેશભાઇ બાલાસરા,વિશ્વરાજસિંહ ઝાલા , સંજયભાઈ રસોડ અને જયપાલભાઈ લાવડીયા સહિતની ટીમ કરી હતી.