સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st August 2021

સૌરાષ્ટ્રમાં રૂપાલા-માંડવીયાનું ભાતીગળ સ્વાગતઃ જન આશીર્વાદ યાત્રામાં ઉત્સાહ

આજે અમરેલી-ભાવનગર જીલ્લામાં પરીભ્રમણઃ બંન્ને કેન્દ્રીય મંત્રીઓનું સ્વાગત-સન્માનઃ આજે સાંજે યાત્રા સમાપન

પ્રથમ અને બીજી તસ્વીરમાં ગારીયાધાર અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં મનસુખભાઇ માંડવીયાનું સન્માન કરાયું તે નજરે પડે છે. (તસ્વીરઃ ચિરાગ ચાવડા (ગારીયાધાર) ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી) 

રાજકોટ, તા., ૨૧: કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સ્વાગત કરવામાં આવી રહયું  છે. ભાતીગળ સ્વાગત સાથે જન આશીર્વાદ યાત્રામાં ઉત્સાહ છવાયો છે.

આ યાત્રા આજે અમરેલી-ભાવનગર જીલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. આજે સાંજે યાત્રાનું સમાપન થશે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની આગેવાનીમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા ધોરાજી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. આ તકે મનસુખભાઇ માંડવીયાની સાથે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સાંસદ રમેશભાઇ ધડુક, મનસુખભાઇ ખાચરીયા, મનીષ ચાંગેલા,હરીભાઇ પટેલ, પ્રવીણભાઇ માંકડીયા, મહેન્દ્ર પાડલીયા, વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, વિનુભાઇ માથુકીયા, શ્રીમતી નીતાબેન ચાવડા, વિપુલભાઇ ઠેસીયા, કાન્તીભાઇ જાગાણી, હરકીશનભાઇ માવાણી તેમજ ધોરાજીની સામાજીક સંસ્થાઓના હોદેદારો સમાજ સેવી સંસ્થાઓ અગ્રણીઓ સહીતનાઓ હાજર રહી મનસુખભાઇ માંડવીયાઓને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરેલ હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર ના વિસ્તરણ બાદ ગુજરાત અને ભાવનગરનું કદ અને વજન વધ્યા બાદ કેન્દ્ર સરકારમાં પ્રથમ પાંચ મંત્રાલય પૈકી સૌથી અગત્યનું ખાતું એવું આરોગ્ય મંત્રાલય જેવું મહત્વનું ખાતું અને કોરોના કાળમાં સશકત ભારતના નિર્માણની જેમના પર મહત્વપૂર્ણ જવાબદારી અને વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેવા ભાવેણાના પનોતા પુત્ર અને ભાવનગર જિલ્લાનું ગૌરવ તેવા મનસુખભાઇ માંડવીયાજી કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે ભાવેણાની જનતાના આશીર્વાદ લેવા ભાવનગર ખાતે પધારી રહ્યા છે ત્યારે ભાવેણા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન અને ઉષ્મા, ઉમળકા સાથેના સ્વાગત માટે શહેર ભા.જ.પા. દ્વારા તાડમાર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે શહેર ભા.જ.પા.ના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, વિવધ સામાજિક સંસ્થાઓ, પટેલ સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના આગેવાનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત ઉદ્યોગપતિઓ, હીરા વ્યવસાયના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, ભાવનગર ડિસ્ટ્રીકટ ્રૂ કોમર્સના આગેવાનો, અલંગ ઉદ્યોગના આગેવાનો સહિતના લોકો કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાજીને મળશે અને તેઓ ભાવેણાના નાગરિકોના આશીર્વાદ પ્રાપ્ત કરશે.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન યાત્રામાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષશ્રી અને સંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદીપસિંહ વાદ્યેલા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, પ્રદેશ મંત્રીશ્રી મહેશભાઈ કસવાલ, ઝવેરિભાઈ ઠક્કર, ભાવનગરના પ્રભારીશ્રી કશ્યપભાઈ શુકલા, યુવામોરચના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ કોરાટ ઉપરાંત રાજય સરકારના મંત્રીશ્રી અને પૂર્વના ધારાસભ્ય બહેનશ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અને પશ્યિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાદ્યાણી, શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીશ્રી યોગેશભાઈ બદાણી, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી ડી.બી.ચુડાસમા સહિતના આગેવાનો જોડાશે આ પ્રસંગે શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ-મોરચાના પદાધિકારીશ્રીઓ, વોર્ડ પ્રમુખ- મહામંત્રીશ્રી સહિત તમામ કાર્યકર્તાઓને સમયસર પધારવા અને યાત્રામાં જોડાવા શહેર ભા.જ.પા. તરફથી અનુરોધ કરવામાં આવેલ છે તેમ શહેર પ્રવકતા આશુતોષ વ્યાસ, મીડિયા સેલ કન્વીનર હરેશભાઇ પરમાર, સહ કન્વીનર તેજસ જોશીની યાદીમાં જણાવાયુ છે.

ગારીયાધાર

(ચીરાગ ચાવડા દ્વારા) ગારીયાધારઃ  ગારીયાધાર ખાતે  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નું જન આશીર્વાદ યાત્રા ભવ્ય રીતે ભોરીંગડા ચોકડી ખાતે પહોંચી હતી.આ જન આર્શીવાદ યાત્રાના ભાવનગર જીલ્લામા આગમન સમયે તમામ મોભી નેતાઓ દ્રારા હાજર રહી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આગમન સમયે મોટા ચારોડીયા-નાની વાવડીના ગ્રામજનોએ માંડવીયાનું સ્વાગત કરી તાલુકામાં આવકાર્યા હતા.ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, આર.સી.મકવાણા અને ભીખાભાઈ બારૈયા દ્રારા પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગારીયાધાર ના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરવડી ગામે માધવધામ દ્વારા તેમનો પુષ્પગુચ્છ દ્વારા પરવડી ખાતે પાદરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું

આ સમયે તેમની સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી રદ્યુભાઈ ઉંભલ ભાવનગર અને સુરત જીલ્લાના કાર્યકરો જોડાયા હતા.

(11:46 am IST)