સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

મોરબી: વિશ્વ યોગ દિન નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા રાજયોગ-યોગાસનનો અભ્યાસ કરાવાયો.

લોકોના માનસિક સ્વાસ્થ્યની સુખાકારી તથા જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે રાજયોગ દ્વારા મેડીટેશન કરાયું

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ તથા રાજયોગ શિબિર રાખવામાં આવી હતી. યોગને આપણા જીવનમાં અતિ આવશ્યક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ યોગને નિત્ય દિનચર્યામાં સ્થાન આપવામાં આવેલ છે. જેમ શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામનું મહત્વ છે. એ જ રીતે માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશનનું પણ એટલું જ મહત્વ છે.
તો આજ રોજ બ્રહ્માકુમારી સંસ્થા મોરબી દ્વારા બી.કે. ડો. ભૂમિ ઝાલરીયા (ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા લોકોને કસરત-વ્યાયામ કરાવવામાં આવ્યા હતા તથા આ સંસ્થાના વરિષ્ઠ રાજ યોગીની બી.કે. ચંદ્રિકાબેન, બી.કે. ઉષાબેન, બી.કે. અલ્કાબેન,બી.કે. નિશાબેન.બી.કે. જુલીબેન અને બી.કે. જીજ્ઞાબેન દ્વારા લોકોના માનસિક સ્વાસ્થ્યની સુખાકારી તથા જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે રાજયોગ દ્વારા મેડીટેશન કરાવવામાં આવ્યું હતું.

(11:20 pm IST)