જામનગર જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી
જામનગર : જામનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ બંગલો ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને જિલ્લા કલેકટર સૌરભ પારઘી, ડીડીઓ મિહિર પટેલ, એસપી પ્રેમસુખ ડેલું અને એસડીએમ આસ્થા ડાંગર સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાઈ વહેલી સવારે યોગા કર્યા હતા. યોગ શિક્ષકપ્રીતિબેન શુક્લ અને તેની ટીમ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ને વિવિધ આસનો અંગે સમજ આપી યોગાસન કરાવી યોગથી નિરોગી રહેવા પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ પણ યોગ દિવસના કાર્યક્રમ ને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા વહીવટીતંત્રને આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)