સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

પોરબંદરઃ બોર્ડની પરીક્ષાના પરીણામો જાહેર થયા બાદ શિક્ષણના હાટડા સમાન કોચીંગ કલાસોની ભ્રમીત જાહેરાતો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧: ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષાનું પરીણામ  આવી ગયેલ છે. આ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વધુ અભ્‍યાસ કરવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્‍ય કઇ રીતે આગળ વધારવું તે દિશામાં માર્ગદર્શન સાથે વિચારતા હોય છે.  ધોરણ ૧૦ની પરીક્ષા આપ્‍યા બાદ ઉર્તીણ થયેલ  ધોરણ ૧૨ સુધી મુશ્‍કેલી અનુભવે નહી. પરંતુ ધો.૧ર નું પરીણામ રીઝલ્‍ટ આવ્‍યા બાદ વધુ અભ્‍યાસ માટે અને કોલેજમાં પ્રવેશ મેળવવા દોડધામ કરે ભલામણ માટે કસરત કરવી પડે. લાંબી દોડધામ બાદ હાશકારો મેળવે છે.

તાજેતરમાં થોડા સમય પહેલા ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીનુ઼ ધ્‍યાન દોરવામાં આવેલ અને શિક્ષણ સ્‍તર ઉચ્‍ચુ લાવવા પ્રબુધ્‍ધ નાગરીકો રજુઆત કરી અને શિક્ષણમંત્રીશ્રી ધ્‍યાન દોરવામાં આવેલ અને શિક્ષણ સ્‍તર ઉચ્‍ચુ લાવવા પ્રબુધ્‍ધ નાગરીકો રજુઆત કરી અને શિક્ષણ મંત્રીશ્રી જીભ લપસી પડી અને વાણી વિલાસ કરી ગીનાયા જો ગુજરાતનું શિક્ષણ નબળુ લાગતુ હોય તો ગુજરાતનું નાગરીક ધરાવનાર વિદ્યાર્થી તેના વાલી ઇષ્‍ટમિત્ર પોતાના સંતાનને બીજા રાજયમાં જયા શિક્ષણસ્‍તર ઉચ્‍ચુ સારુ લાગતુ હોય ત્‍યાં મોકલી શકે છે. વિદેશ પણ મોકલી શકે છે? પ્રબુધ્‍ધ નાગરીકો આ ઉચ્‍ચારણથી દિગ્‍મુઢ બન્‍યા સવાલ એ ઉભો થયો જેમના બોલવા માટે ેવાણીમાં કર્કશતા સાથે આવી વ્‍યકિત શિક્ષણ મંત્રીશ્રી તરીકે જવાબદાર છે. ભવિષ્‍યના નાગરીકો  ગુજરાતના વિદ્યાર્થીનું ભવિષ્‍ય વિશેષ કઇ દિશામાં લઇ જવામાં માંગે છે. સરકારી જવાબદારી ભરેલા શાસન ચલાવવામાં ભાગીદાર છે. તેના વાણી વર્તને પ્રશ્નાર્થ ઉભો કર્યો???

જુની પેઢીના માતા-પિતા વાલી કે ઇષ્‍ટ મિત્ર તેમનો પરીવાર રૂઢીગત ગણાતો હોય તે વ્‍યાખ્‍યામાં આવતો તેવા પરીવારમાં વડીલો-માતા-પિતા-વાલી-ઇષ્‍ટ મિત્ર પોતાના વાલીપણામાં જવાબદારી પુર્ણ પોતાના સંતાને જુની પેઢીનું શિક્ષણ આપે છે. સ્‍લેટપેન ઉપયોગ કરે છે. કેટલાક જુની પેઢીના પ્રાથમીક કે માધ્‍યમીક હાઇસ્‍કુલના નિવૃત જમાનો જોયેલ શિક્ષક શોધી કરી પોતાના સંતાનને જુની પેઢીનું શિક્ષણ આપવા પ્રયત્‍ન કરતા તેવા શિક્ષકો ગુરૂને શોધે છે. બાળપોથી અક્ષરજ્ઞાનની ઓળખ અને અંક જ્ઞાનની ઓળખ સાથે કકકા-બારખડી અંક શિખડાવી શિક્ષણ પાયો મજબુત કરે છે. ગુજરાતી-ભુગોળ-ઇતિહાસનું સ્‍તર માહે પણ મોટો પ્રશ્નાર્થ છે. ભુગોળ-ઇતિહાસ ભુલાણા છે.

ચાર વરસનો શૈશવ હાથમાં મોબાઇલ-કોમ્‍પ્‍યુટરની સ્‍વીચ દાખતા સિવાય શિક્ષણ મેળવી શકતો નથી. તો લખતા વાંચતા કયાંથી આવડે પ્રબુધ્‍ધ નાગરીકો રાજકારણીઓ રાજશાસનકર્તા જ ભાવપેઢીને નબળુ શિક્ષણ આપી અપાવી દેશનું રાજય ભવિષ્‍ય અંધકારમય દિશામાં આગળ વધી રહયો છે?

ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષા પરીણામ જાહેર થયા બાદ બિલાડીના ટોપની શિક્ષણના હાટડા માંડી શિક્ષણ સંસ્‍થાઓ સરકાર માન્‍યતા મેળવી ટ્રસ્‍ટ  એકટ નીચે રજીસ્‍ટર કરાવી તેમજ પ્રભોલન કારી જાહેરાતો કોચીંગ કલાઓ ખોલી અને માત્ર નાણા એકત્રીત કરવા માટે તેમજ ગ્‍લેઝ પેપર પ્રીન્‍ટ કરાવેલ વિદ્યાર્થી કે વિદ્યાર્થીના ફોટાઓ સાથે પ્રવેશ દ્વાર ખોલી વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને અને તેના વાલી માતા-પિતા ઇષ્‍ટમિત્ર આકર્ષી આર્થીક બોજાનું ભારણ વધારવામાં તેમજ સ્‍કુલ કોલેજનું વાતાવરણનું ચિત્ર દ્વારા પ્રલોભન દ્વારા આકર્ષિત કરે છે. વાસ્‍તવમાં મોટે ભાગે ચર્ચીત હકિકત પ્રમાણે ચિત્ર જુદુ હોય છે.

બીજી તરફ આપણો બંધારણીય હક્ક ભોગવવા અધિકાર છે જે શાળાઓ બંધ કરેલ છે તે પુનઃ કાર્યરત કરે. શિક્ષણ સ્‍તર ઉંચુ લાવે તેમજ વિનામુલ્‍યે શિક્ષણ મેળવાવના અધિકારથી વંચીત ભાવીપેઢી કરે નહી. વાલી ઇષ્‍ટ મિત્રને બોજા અને તનાવમુકત કરે. જે અંધકાર જનતાનો છે તે ભોગવવામાં રાજકારણ રમે નહી.

(1:40 pm IST)