પોકસોનાં રાજકોટ જેલનો ફરાર કેદી રાણપુરથી ઝડપાઇ ગયો
જૂનાગઢ,તા. ૨૧ : તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.ફ. ૨૮/૨૦૧૯ ઇ.પી.કો.ડ ૩૭૬ (૨) (૩) (એન) પોકસો એકટ ક.૮, ૧૨ મુજબના ગુન્હાના કામના આરોપી સલીમ ઇકબાલભાઇ શેખ સુમરા (ઉવ.૨૧) રહે. જૂનાગઢ ૬૬ કે.વી. શ્રમજીવી નગરવાળાને જૂનાગઢની કોર્ટના સ્પે. પોકસો કેસ નં. ૭૨/૨૦૨૨ના હુકમ મુજબ ૨૦ વર્ષની સજા થયેલ હોય અને મજકુર આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી દિન-૧૨ના પેરોલ રજા પરથી પરત હાજર નહિ થઇ પેરોલ જમ્પ હોય. જે સદરહું પેરોલ જમ્પ આરોપી હાલ ભેંસાણ તાબેના રાણપુર ગામે આંટાફેરા મારતો હોવાની હકિકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર એચ.આઇ .ભાટી તથા પો.સબ. ઇન્સ. ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા દિવ્યેશભાઇ ડાભી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કરવામાં આવેલ.