સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા વાંકાનેરના જીતુભાઇ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિરનું ખાતમુહૂર્ત નહિ થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા

સમસ્ત રઘુવંશી સમાજ માટે ત્યાગ, સમર્પણ અને બલિદાનનો પર્યાય સમા

રાજકોટ તા.૨૧ : સમસ્ત રઘુવંશી સમાજની ઍકતાના પ્રતિક સમા શ્રી રામધામના નિર્માણ માટે શ્રી રામધામ સમિતી દ્વારા જહેમત ઉઠાવવા મા આવી રહી છે ત્યારે શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીઍ જયાં સુધી શ્રી રામધામ મંદિરનુ ખાતમુહૂર્ત નહિ થાય તેમજ સમસ્ત રઘુવંશી સમાજ શ્રી રામધામના નેજા હેઠળ ઍકત્રિત નહિ થાય ત્યાં સુધી અન્ન-કઠોળનો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી છે ત્યારે સમગ્ર લોહાણા સમાજ શ્રી જીતુભાઈ સોમાણીની સમાજ પ્રત્યેની લાગણી, ત્યાગ તેમજ સમર્પણ જાઈ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ કરી રહ્ના છે.

શ્રી જીતુભાઈ સોમાણીઍ દેશ-વિદેશમા વસતા દરેક રઘુવંશી સમાજને ઍકતાંતણે બાંધવાનું સ્વપ્ન સેવ્યુ છે ત્યારે શ્રી રામધામની જગ્યા ન મળે ત્યા સુધી તેમણે પગરખા નહિ પહેરવાની આકરી ટેક લીધી હતી. પ્રભુ શ્રી રામની કૃપા, પૂ.જલારામ બાપાના આશિર્વાદ તેમજ સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજ તથા પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજની પ્રેરણાથી વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે પવિત્ર શ્રી રામધામ માટે વિશાળ જગ્યા લેવામા આવી ત્યારે શ્રી જીતુભાઈ સોમાણીઍ ગુરુદેવની આજ્ઞાથી પોતાના પગમા પગરખા પહેર્યા હતા. ત્યારબાદ સદ્ગુરૂ દેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. હરીચરણદાસજી મહારાજના સાંનિધ્ય મા શ્રી રામધામ મુકામે શ્રી રામ મહાયજ્ઞનું ત્રિદીવસીય અનેરૂ આયોજન શ્રી રામધામ સમિતી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા દ્વારા સમસ્ત રઘુવંશી સમાજની ઍકતા માટે જયા સુધી શ્રી રામધામ મંદિરનુ ખાતમુહૂર્ત સમસ્ત રઘુવંશી સમાજની હાજરીમા ન થાય ત્યા સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે ત્યારે સમાજ માટે આવુ કઠોર તપ કરતા તપસ્વી જીતુભાઈ સોમાણી સમગ્ર રઘુવંશી સમાજમાં સમર્પણની મુર્તિ બની ગયા છે. સામાન્ય રીતે લોકો પોતાના તેમજ પોતાના પરિવારના કલ્યાણ માટે જપ-તપ-વ્રત કરતા હોય છે અથવા ટેક રાખતા હોય છે જયારે શ્રી જીતુભાઈ સોમાણીઍ નિઃસ્વાર્થભાવે સમગ્ર લોહાણા સમાજના ઉત્કર્ષ માટે આકરી ટેક લીધી છે જે ખરેખર અવર્ણનીય તેમજ પ્રશંસનિય છે.(અહેવાલ : નિર્મિત કક્કડ)

(10:16 am IST)