સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

લીંબડી તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

લીંબડી મામલતદારની યાદીમાં જણાવ્‍યા પ્રમાણે લીંબડી તાલુકાની ચોકી, બળોલ, કાનપરા, મોટા ટીંબલા, બોરણા, જામડી, લીંબડી-૩ પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.૨૩-૦૫-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી- લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.

(12:58 am IST)