સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

ઓખા બંદર પાસે ૩ હજાર લીટર શંકાસ્‍પદ ડીઝલના જથ્‍થા સાથે જયદિપસિંહ જાડેજા ઝડપાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :..  રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હીરેન્‍દ્ર ચૌધરી  તથા સર્કલ પો. ઇન્‍સ. શ્રીમતી આર. બી. સોલંકીએ સુચનાથી આપી હતી.

જેથી ઓખા આર. કે. બંદરમાં લાકડાના વાડા પાસે આવેલ જયદીપસિંહ ઉર્ફે લાલા ઘનશ્‍યામસિંહ જાડેજા રહે. ઓખા વાળા પોતાના મચ્‍છીના દંગામા ગેરકાયદેસર ડીઝલ રાખેલ હોય જે બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા પ્‍લાસ્‍ટીકના બ્‍લુ કલરના ર૦૦-ર૦૦ લીટરના ડીઝલ ભરેલ કુલ ૧પ બેરલ મળી આવતા જે કુલ ડીઝલ લીટર ૩૦૦૦ કુલ કિ. રૂા. ૩,૦૦,૦૦૦ મળી આવતા આ ડીઝલ બાબતે દંગામના માલીક જયદીપસિંહ ઉર્ફે લાલા પાસે ડીઝલનું બીલ માંગતા નહી હોવાનું જણાવતા હોય જેથી આ તમામ ડીઝલ શકપડતુ જણાતુ હોય જેથી આ શક પડતુ મીલ્‍કત પોતાના કબ્‍જામાં રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી ઓખા મરીન પો. સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પીએસઆઇ ડી. એન. વાંજા તથા એ. એસ. આઇ. એમ. આઇ. મામદાણી તથા પો. હેડ કોન્‍સ. ડી. વી. જોગલ તથા પો. હેડ કો. પી. પી. માડમ તથા પો. હેડ કોન્‍સ. એ. કે. મોવર તથા પો. કો. હરપાલસિંહ જાડેજા તથા પો. કો. જયેશભાઇ ખીમાભાઇ તથા પો. કો. રવિરાજસિંહ પઢીયાર એ રીતેના ઓખા મરીન પોલીસ સ્‍ટાફ જોડાયા હતાં.

(1:24 pm IST)