ખૂનની કોશીષના ગુન્હામાં ર શખ્સોને ઝડપી લેતી ધારી પોલીસ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૧: પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અન્વયે કે.જે.ચોૈધરી સાવરકુંડલા વિભાગ સાવરકુંડલાનાઓએ શરીરી સંબંધી ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સઘળી પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.સી.સાકરીયા તેમજ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ. કે.કે.રાઠોડ તથા અનાર્મ પો.કોન્સ. એ.સી.વાળા વિગેરે નાઓએ ઉપરોકત ગુન્હાના કામના બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે.
પોલીસે પ્રકાશભાઇ ઉર્ફે રવીભાઇ ચતુરભાઇ ઇટોલીયા રહે. ધારી હિમખીમડીપરા તા.ધારી, જી.અમરેલી, લાલો ઉર્ફે લાલજીભાઇ ચતુરભાઇ ઇટોલીયા રહે. હીમખીમડીપરા તા. ધારી જી. અમરેલીની ધરપકડ કરી છે.