સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

જામનગરમાં ફલેટ ગેરકાયદેસર કબ્‍જે કરતા લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ કુવરજીભાઈ તુલસીભાઈ મારૂ, રે. સોમનાથ સોસાયટી શેરી નં.-૩, નીલકંઠ ડેરીની સામે, રૈયા ટેલીફોન એકસચેન્‍જ, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૭-ર૦રરના ફરીયાદી જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈની શીશાંગ ગામના રેવન્‍યુ સર્વે નં. ૧પ૧માં આવેલ ‘હોલ ડે સીટી' ના એ વીંગમાં આવેલ ફલેટ નં.એ/૩૩ માં આરોપી ખોડુભાઈ સામંતભાઈ મુંધવા, રે. રાજકોટ વાળા એ ફરીયાદી જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈને પુછયા વગર ફલેટના દરવાજે લગાવેલ તાળુ તોડી ફલેટમાં ગેરકાયદેસર કબ્‍જે કરી પચાવી પાડી ફરીયાદી જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈની માલિકીના ફલેટ નં.એ/૩૩ માં પી.ઓ.પી. તથા કલર કામ કરી પોતાનો સર સામાન નાખી ફલેટનો આજદિન સુધી ઉપયોગ કરી ગેરકાયદેસર કબ્‍જો ચાલુ રાખી આ બાબતે ફરીયાદી જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ એ આરોપી ખોડુભાઈને ફલેટ ખાલી કરવા બાબતે કહેવા જતા આરોપી ખોડુભાઈએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી ફરીયાદી જીતેન્‍દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ એ જિલ્લા કલેકટરશ્રી જામનગરને સંબોધીને ફલેટના ગેરકાયદેસર કબ્‍જા બાબતે અરજી કરતા લેન્‍ડ ગ્રેબીંગ સમીતી જામનગરની ફરીયાદ નોંધાવેલ છે.

વર્લીમટકાના આકડા

લખતો શખ્‍સ ઝડપાયો

જામનગર સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-પ-ર૦રરના પાંચ હાટડી એમ.કે. હોટલની સામે ઓટલા પર જામનગરમાં આરોપી હમીદભાઈ ઉમરભાઈ કુરેશી, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧,૬ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાગનાથ ગેઈટ પાસે

જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

જામનગર : સીટી બી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જીતેન્‍દ્રભાઈ ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-પ-ર૦રરના નાગનાથ ગેઈટ પાસે, માઈલ સ્‍ટોન કોર્મશીયલ કોમ્‍પલેક્ષના પાકશ્નગ,જામનગરમાં આરોપીઓ નિલેશભાઈ નરોતમભાઈ બથીયા, ધીરૂભાઈ ખીમજીભાઈ પવાર, પ્રકાશભાઈ જેન્‍તીભાઈ માનસતા, બીરજુભાઈ મોહનલાલ શિનોરીયા, ધીરજભાઈ કાળુભાઈ બારીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૮૦,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈકો કારમાં ગેસ ભરવાની

ના પાડતા માર માર્યાની રાવ

જામનગર : પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિશાલસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-પ-ર૦રરના જાંબુડા પાટીયા પાસે સહારા પેટ્રોલ પંપમાં ફરીયાદી વિશાલસિંહ નોકરી કરતા હોય તેવામાં આરોપી સફેદ કલરની ઈકો ગાડી જેના રજી.નં.જી.જે.૧૦-ડી.એ.-રર૯૯ નો ચાલક આઝાદ રે. સચાણા ગામવાળો તેની ઈકો ગાડીમાં ગેસ ભરવા બાબતે જે કંપની ફીટીંગ ન હોય તેમ છતા ત્‍યાં ગેસ ભરવો હોય તેવું કહેતા ફરીયાદી વિશાલસિંહએ ના પાડતા આરોપી ઈકો કાર ના ચાલક આઝાદ ઉશ્‍કેરાઈ જઈ ગાડીમાંથી લોખંડનો સળીયો કાઢી ફરીયાદી વિશાલસિંહને માથામા મારી ઈજા કરેલ હોય અને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી આઝાદ એ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સમર્પણ ફાટક પાસે ઈંગ્‍લીશ દારૂની ૪૦ બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એસ.એસ.આઈ. રાજશીભાઈ માંડણભાઈ ડુવા એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૦-પ-ર૦રરના સમર્પણ ફાટક પાસે આવેલ શિવ એવન્‍યુ તરફ જતા રસ્‍તાના ખુણે, જામનગરમાં આરોપી કેયુર ઉર્ફે કૈલો ગીરીશભાઈ ડોબરીયા, રે. જામનગરવાળા એ પોતાના કબ્‍જા વાળી એકસેસ મોટરસાયકલ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/ માં નોટ ફોર સેલ ઈન ધ સ્‍ટેટ ઓફ પંજાબ ની કંપની શીલબંધ બોટલ નંગ-૧૭,તથા હરીયાણા ઓનલી કંપનીની શીલબંધ બોટલ નંગ-ર૩, મળી કુલ બોટલ નંગ-૪૦, કિંમત રૂ.ર૦,૦૦૦/ મળી કુલ મુદામાલ રૂ.૪૦,૦૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી રામકો મેર, રે. નાઘેડી ગામવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રનફેર નામનો જુગાર

રમતો ઝડપાયો : એક ફરાર

બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-પ-ર૦રરના ખેતલા આપા હોટલ, પંચવટી, જામનગરમાં આરોપી હાર્દિકસિંહ ઈંદ્રવિજયસિંહ જાડેજા, રે. જામનગરવાળો પોતાના મોબાઈલમ આવેલ ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ્‍લીકેશન  પર ભારત દેશમાં રમાતા ર૦-ર૦ આઈ.પી.એલ. મેચ ચેન્‍નાઈ સુપર કીંગ તથા રાજસ્‍થાન રોયલ વચ્‍ચેની મેચમાં રનફેર નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા ૬૦૦/- તથા આઈફોન-૧૧ મોબાઈલ નંગ-૧, કિંમત રૂ.૩પ,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩પ,૬૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા હારજીતના સોદા કરનાર આરોપી રાજદિપસિંહ જેઠવા, રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુલાબનગરમાં જુગાર ર

મતા ચાર ઝડપાયા

બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-પ-ર૦રરના ગુલાબનગર ફુલીયા હનુમાન મંદિર પાસે, જામનગરમાં આરોપી કિરીટભાઈ પરસોતમભાઈ પરમાર, રાજેશભાઈ કરશનભાઈ પરમાર, નિલેશભાઈ જીવરાજભાઈ સોનગરા, અશોકભાઈ વાસુદેવભાઈ ભટ્ટ, રે જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,ર૦૦/- તથા મોબાઈલ નંગ-૪, કિંમત રૂ.૯,પ૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂ.,ર૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪૦,૭૦૦/-સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગર શાકમાર્કેટ

પાસે જુગાર રમતા છ ઝડપાયા

બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧-પ-ર૦રરના ગુલાબનગર શાકમાર્કેટ વાળી ગલી પાસે ફુલીયા હનુમાન પાછળ,જામનગરમાં આરોપીઓ સુભાષગીરી જયંતગીરી ગોસ્‍વામી, કીતીકુમાર દિલીપભાઈ રાજપાલ, ગોપાલભાઈ વિરમભાઈ ચુડાસમા, શશીકાંત નારણભાઈ માંડવીયા, ગગુભાઈ માનસુરભાઈ છૈયા, સંજયભાઈ બાબુભાઈ મકવાણા રે.જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.પ૦,૪૦૦/- તથા મોબાઈલ નંગ-૪, કિંમત રૂ.ર૦,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ-ર, કિંમત રૂ.,૭૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૪૦,૪૦૦/-સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:21 pm IST)