જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ ૭ શિક્ષકોને આંતરીક ફેર બદલી કરી આપતા શિક્ષકોમાં ખુશીનો માહોલ
જુનાગઢ તા.ર૧ : જુનાગઢ જિલ્લાની સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો માટે જિલ્લામાં ખાલી પડેલ જગ્યામાં ફેરબદલી ઇચ્છતા શિક્ષકો માટે આંતરીક ફેરબદલી કેમ્પ જિલ્લાની કમીટીની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય દ્વારા તેમની કચેરી ખાતે યોજવામાં આવેલ આ કેમ્પમાં ફેરબદલી માટે અરજી આવેલ માધ્યમીક વિભાગ ૮ ઉચ્ચ માધ્યમીક વિજ્ઞાન પ્રવાહ - ૧, ઉ.મા. સામાન્ય પ્રવાહ - પ કુલ ૧૪ અરજી આવેલ સ્થળ પસંદગી શિક્ષકો માટે પ્રવાહ ૧ ઉ.મા.સામાન્ય પ્રવાહ ૧ આમ કુલ ૭ શિક્ષકોની આ કેમ્પમાં શાંતિપુર્ણ વાતાવરણમાં બદલી કરતા શિક્ષકોમાં ખુશી વ્યાપી છે અને આર.એસ.ઉપાધ્યાયના આભાર વ્યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોશી -તસ્વીર : મુકેશ વાઘેલા)