વચગાળા જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૧: જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડુલૂની સુચના તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પાકા કામના કેદી જયેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રહે. શિંશાગ તા. કાલાવડ જી.જામનગર વાળા વચગાળાના જામીન પરથી ફરાર થઇ નાસતો ફરતો રહેલ આરોપી રાજકોટ જીલ્લાના ગોૈરીદડ ગામ પાસેથી ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના ઇન્ચાર્જᅠપો.ઈન્સ. કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડકોન્સ. લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, રાજેશભાઇ સુવા, કાસમભાઇ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઇ ગઢવ, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથજા અરવિંદગીરી ગોસાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.