સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

ગોંડલ પંથકમાં ૮૦ વર્ષનો ડોસો ભાન ભુલ્યોઃ ૩ા વર્ષની બાળાને બનાવી હવસનો શિકાર

રાજકોટ તા. ૨૧: ગોંડલ પંથકમાં ૮૦ વર્ષનો હવસખોર ડોસો ભાન ભુલી ગયો હતો. ૩ા વર્ષની ઍક બાળાને આ વિકૃત ડોસાઍ હવસનો શિકાર બનાવતાં સારવાર માટે બાળાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ પંથકના ઍક ગામમાં રહેતાં મુળ ઉત્તરપ્રદેશના દંપતિની ૩ા વર્ષની દિકરી સાથે ૮૦ વર્ષના ઍક ડોસાઍ ગુપ્ત ભાગે અડપલા કરી દૂષ્કર્મ આચરતાં આ અંગેની જાણ થતાં માતા-પિતાઍ દિકરીને રાજકોટ સારવાર માટે ખસેડી છે. વિગતો આપતાં વાલીઍ કહ્નાં હતું કે પોતાના દિકરી જમાઇ સાથે રહેતાં ૮૦ વર્ષના વૃધ્ધ પાસે અમારી સાડા ત્રણ વર્ષની દિકરી અને બીજી પડોશીની આઠ વર્ષની દિકરી અવાર નવાર રમવા જતાં હતાં.
ઍ દરમિયાન ડોસાઍ અમારી દિકરી સાથે ન કરવાનું કરી લીધું હતું. આ અંગેની જાણ અમને બીજી આઠ વર્ષની બાળાઍ કરી હતી. અમારી દિકરીને ગુપ્ત ભાગે નિશાન દેખાતા અને તેણી રડતી હોઇ ડોક્ટરને બતાવ્યા બાદ અમે રાજકોટ લાવ્યા હતાં. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબિબે આ બનાવમાં પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોîડલ તાલુકા પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી.

 

(12:46 pm IST)