સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

હળવદના ચરાડવા ગામેથી દારૂનો જથ્‍થો પકડાયો : એલસીબીનો દરોડો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂનો જથ્‍થો મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદશન હેઠળ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પીએસઆઈ એન બી ડાભી અને પીએસઆઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્‍ટાફના દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચરાડવાથી જીકીયારી જવાના રસ્‍તે આરોપી શશીકાંત મુળજીભાઈ સથવારા રહે-ચરાડવા એ પોતાની વાડીની ઓરડીની બાજુમાં વિદેશી દારૂનો જથ્‍થો સંતાડીને રાખ્‍યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્‍યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૯ કીમત રૂ.૩૦૬૦૦ ઝડપી પાડી આરોપી શશીકાંત ચાવડા હાજર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે

આ કામગીરી એલસીબીના પીએસઆઈ એ ડી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, ચંદુભાઈ કાણોતરા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, દસરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયા સહિતની ટીમે કરેલ છે.

(12:08 pm IST)