સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

ગોંડલમાં રીક્ષાચાલક વિજયભાઇ ચૌહાણ ઉપર લાકડીથી હુમલો

પેસેન્‍જર બાબતે ડખ્‍ખો થતા બાબુ પાટડીયાનો હુમલો

રાજકોટ તા. ૨૧ : ગોંડલમાં પેસેન્‍જર ભરવા બાબતે રીક્ષા ચાલક ઉપર લાકડીથી હુમલો થતાં પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ ભગવતપરા ઘોઘાવદર ચોકમાં રીક્ષા ચાલક વિજયભાઇ હકાભાઇ ચૌહાણ રે. મોટી બજાર સંઘાણી શેરી ભાડાની રીક્ષામાં બેઠેલ હોય ત્‍યારે બાબુ પાટડીયા રે. ભગવતપરાએ આવીને કહેલ કે, તું અહીં આવી પેસેન્‍જર ભરીને અવાર-નવાર કેમ લઇ જાય છે તેમ કહી ગાળો આપી લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી.

આ અંગે રીક્ષાચાલક વિજયભાઇએ ઉકત શખ્‍સ સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસના હેડ કોન્‍સ. એચ.જે.કેરાળીયાએ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)