સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના નવાગામ-કેશોદમાં પ.૮૭ લાખના દારૂ સાથે ર ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૧: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાન્‍ડે દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇન્‍સ. શ્રી જે.એમ.ચાવડાનાઓની રાહબારી હેઠળ એલસીબીના પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા સ્‍ટાફના માણસો ખંભાળીયા તાલુકા વિસ્‍તારમાં પેટ્રોલીંગ કરતા હતા.

પોલીસે દારૂની બોટલો નંગ ૪૬૪ કી.રૂા. ર૯૦ર૧૦ ના મુદામાલ સાથે દિલીપસંગ મહોબતસંગ કેરને પકડી પાડી તેની પુછપરછમાં આ જથ્‍થો યુનુશ રાવકરડા નાઓ પ્રફુલ પટેલના કહેવા મુજબ આપી ગયેલ હોવાનું જણાવેલ જેથી આ બાબતે ખંભાળીયા પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે. દિલીપસંગ મહોબતસંગ કેર, ઉ.વ.૪પ રહે. કેશોદ ગામ વાડી વિસ્‍તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકાની ધરપકડ કરાઇ છે. જયારે  પ્રફુલભાઇ પટેલ રે. જામજોધપુર જિ. જામનગરની શોધખોળ  હાથ ધરી છે.

આ દરમિયાન એલસીબી સ્‍ટાફની ઉપરોકત હકીકત આધારે યુનુસભાઇ સુલેમાન રાવકરડાના રે.જામજોધપુર નાઓને શોધી કાઢી તેઓની પુછપરછ કરેલ અને તેને સાથે રાખી ભાણવડ તાલુકા નવાગામ સીમ વિસ્‍તારમાં આવેલ ભરતભાઇ વાઘેલાના ફાર્મ હાઉસે રેઇડ કરી ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૭૪૪ કી. રૂા. ૨૯૭૬૦૦ના જથ્‍થા સાથે યુનુસ રાવકરડાને પકડી પાડી ભાણવડ પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

જયારે પ્રફુલભાઇ પટેલ રે. જામજોધપુર  જિ. જામનગર, ભરત વાઘેલા રે.ભાણવડ જી.દેવભુમી દ્વારકાની શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ જે.એમ.ચાવડા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એફ.બી.ગગનીયા, એએસઆઇ સજુભા જાડેજા, દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, કેશુભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, વીપુલભાઇ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, નરશીભાઇ સોનગરા તથા પો.હેડ કોન્‍સ. મસીભાઇ ભારવાડીયા,  અરજણભાઇ મારૂ, બોધાભાઇ કેશરીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઇ હુણ , લાખાભાઇ પીંડારીયા, હસમુખભાઇ કટારા થા પો.કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ જોડાયા હતા.

(12:03 pm IST)