સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st March 2023

મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાનની સાફ-સફાઈ કરી.સેવા સપ્તાહ ઉજવ્યું

મોરબી :  હાલ ચાલી રહેલા સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે સમાજ ઉપયોગી કાર્યો કરી સંસ્થાઓ સેવા સપ્તાહ ઉજવી રહી છે જેમાં બજરંગ દળના કાર્યકરોએ સ્મશાનની સફાઈ કરી હતી

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ બજરંગ દળના કાર્યકરોએ સેવા સપ્તાહ અંતર્ગત ધોળેશ્વર સ્મશાનની સફાઈ કરી હતી ધોળેશ્વર સ્મશાન ખાતે કાર્યકરોએ સાફ સફાઈ કરી હતી અને સેવા સપ્તાહને ઉજવ્યું હતું.

(10:11 pm IST)