સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st February 2018

જસદણમાં સવારથી વિજચેકીંગઃ મોટા પ્રમાણમાં 'ગેરરીતિ' ઝડપાવાની શકયતા

શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની : ૧૦૦ ટુકડી ત્રાટકી : વિજચોરોમાં દોડધામ ફફડાટ

જસદણ, તા. ર૧ :  શહેર અને તાલુકાના ગામડાઓમાં આજે વહેલી સવારથી પીજીવીસીએલની અંદાજે ૧૦૦ જેટલી ટુકડીઓ વીજ ચેકીંગ અર્થે ત્રાટકતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.  જેમાં જસદણના મેઇનબજાર, વ્હોરાવાડ, ચિતલીયા કુવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં રહેણાંક મકાનો તથા દુકાનોમાં મીટરો ચેક કરાયા ત્યારે કેટલાક સ્થળે વીજ ચોરી ઝડપાઇ હતી.

આ અંગે જાણવા મળ્યાનુસાર સાંજ સુધી ચેકીંગ થશે બાકી રહેશે તો બીજે દિવસે પણ ચેકીંગ થશે.

તો એવી પણ ચર્ચા થઇ રહી છે, વિજ ચેકીંગને કારણે કેટલાંક વેપારીઓએ મોડી મોડી દુકાનો ખોલી હતી...

(11:33 am IST)