ફેસબુક ફ્રેન્ડ બનાવીને યુવતીએ 'નજદીકી' ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીઃ બે યુવતીઓ સાથે ભુજનાં બે યુવાનોની ટોળકી ઝડપાઇ
યુવાન પત્ની હફીઝા અને મુમતાઝની સાથે જહાંગીર પઠાણ અને મજીદ થેબા વિરૂધ્ધ લોહાર યુવાને ફરિયાદ કરતાં ચારેય ઝડપાયા
ભુજ તા. ર૧ :.. ભુજનાં દેશલપર ગામનાં ર૭ વર્ષીય પરીણિત યુવાન વિનોદ નારાણ પઢારીયાની સાથે ફેસબુધ ફ્રેન્ડ બનીને રૂબરૂ મળવા બોલાવી 'નજદીકી' સબંધોનાં ફોટા વાયરલ કરી દુષ્કર્મની ફરીયાદની ચીમકી આપવાના કિસ્સામાં પોલીસે બે યુવતીઓ હફીઝા જહાંગીર ખાન પઠાણ ઉપરાંત મુમતાઝ ગુલામ લેઘાની ધરપકડ કરી છે.
ભુજ એ. ડીવીઝન પોલીસે આ કિસ્સામાં હફીઝાના પતિ જહાંગીરખાન ગુલાબખાન પઠાણ ઉપરાંત અન્ય યુવાન મજીદ આમદ થેબાની ધરપકડ કરી છે.
હફીઝા અને મુમતાઝ બન્ને હનીટ્રેપ દ્વારા યુવતીઓ સાથે મૈત્રી બાંધવા ઉત્સુક યુવાનોને ફસાવીને તેમની સાથે તેમનાં સાગ્રીતો જહાંગીર તેમજ મજીદ એમ ચારેયની ટોળકી સાચી ખોટી ફરીયાદો કરી પૈસા પડાવતી હતી.
આ કિસ્સામાં આ ટોળકીએ વિનોદ પઢારીયા પાસેથી રપ હજાર રૂપિયા પડાવી લીધા હતાં.