મોરબીમાં રેલવેના પાટા ઓળગતી વેળાએ ડેમુ ટ્રેન હડફેટે અમદાવાદના યુવાનનું મોત
મોરબીમાં ફૈબાને ઘેર આવેલ અમદાવાદનો અરજણ પાડાપુલ નજીક પાટા ક્રોસ કરતી વેળાએ ટ્રેનની ઠોકરે ચડ્યો
મોરબીમાં રેલવેના પાટા ઓળંગતી વેળાએ ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતા અમદાવાદના યુવાનનું મોત નીપજ્યું છે અમદાવાદનો યુવાન તેના ફૈબાના ઘેર મોરબી આવ્યો હતો અને રાત્રીના સમયે રેલ્વેના પાટા ઓળંગતી વેળાએ ટ્રેનની અડફેટે આવી જતા યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત થયું હતું.
અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહેવાસી અરજણ જીવણભાઈ સોલંકી (ઉ.વ.૩૫) નામનો યુવાન મોરબીના પાડાપુલ નીચે રહેતા તેના ફૈબાના ઘરે આવ્યો હતો જે રાત્રીના સમયે પાડાપુલ રેલ્વે પાટા ક્રોસ કરતો હોય તે વેળાએ વાંકાનેરથી પરત આવતી ડેમુ ટ્રેનની ઠોકરે યુવાન ચડ્યો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને મોરબી પ્રાથમિક સારવાર આપી બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું અને યુવાનના મૃતદેહનું પીએમ કરીને રેલ્વે પોલીસે વધુ તપાસ ચલાવી છે.