લાંચ કેસમાં પકડાયેલ જાફરાબાદના નાયબ મામલતદારને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા, તા. ૧૭ : રાજુલા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે એ.સી.બી. કેસમાં ૭(સાત) વર્ષની આરોપનીે રાજા ફટકારી છે.
જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની દલીલ રાજુલા એડી. સેશન્સ અને સ્પેશયલ (એ.સી.બી.) કોર્ટેના જજ શ્રી એસ.પી. ભટ્ટે પુરાવવાઓ માન્ય રાખી જાફરાબાદના નાયબ મામલતદાર આરોપી અલ્તાફભાઇ કાળુભાઇ પરમારે સને ર૦૧૧માં જાફરાબાદમાં મામલતદાર કચેરીમાં પોતાની ફરજ દરમ્યાન વારસાઇ નોંધ પાડવા માટે રૂ. ૮૦,૦૦૦/-ની લાંચની રકમની માગ કરતા તેના વિરૂદ્ધ અમરેલી એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવીને પકડેલ તે કેસ ચાલી જતા સાત વર્ષની સજા અને રૂ. પ૦,૦૦૦નો દંડ અને ફરીયાદીને રૂ. ર,૦૦,૦૦૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આ હુકમથી જીલ્લાના લાંચીયા અધિકારીમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.