ધ્રોલના ઇટાળા ગામે સરપંચ પર હુમલો : માથાના ભાગે નાની-મોટી ઈજા :પોલીસમાં ફરીયાદ નોંધાઈ
સરપંચ વિજય ભાઈને લોખંડના ટાયર ખોલવાનું પાનું લઈ માથાના ભાગે મારતા ઈજા પહોચી
ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે સરપંચ વિજયભાઈ બાબુભાઈ ભંડેરી ઈટાળા ગામના સરપંચ તેઓ તેમના ગામમા વાસ્મોની પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હોય ત્યાં વિજયભાઈ સરપંચ ગયા હતા ત્યાં પંચર વાળાની દુકાને આરોપી નરેન્દ્રભાઈ હોય અને ત્યાં વિજયભાઈ તથા નરેન્દ્ર ભાઈ મેઘજીભાઈ બન્નૈ એકબીજા સાથે વાતચીત કરતા હોય તે દરમિયાન નરેન્દ્રભાઈ મેઘજીભાઈ રાઠોડ એકદમ ઉશ્કેરી જઈ સરપંચ વિજયભાઈ ભંડેરીને જેમ ફાવે તેમ ગાળો બોલી વિજય ભાઈને લોખંડના ટાયર ખોલવાનું પાનું લઈ માથાના ભાગે મારતા ઈજા પહોચી હતી તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેમના માથાના ભાગે ટાંકા આવ્યા હતા જેને લઈને ઈટાળા ગામના સરપંચ વિજયભાઈ બાબુભાઈ ભંડેરી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નરેન્દ્ર ભાઈ મેઘજીભાઈ રાઠોડ નામના વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી છે.. ધ્રોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર ધ્રોલ)