સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th February 2018

મોરબીના વાઘપરામાં પૂર્વ પતિએ કર્યો પત્ની ઉપર એસિડ હુમલો

પરિણીતા બીજા લગ્ન કરીને મોરબી રહેવા આવ્યા હતા: સાંજે પૂર્વ પતિ બિનીતાબેન પર એસિડ ફેંકી ફરાર

મોરબી ;અહીંના વાઘપરા વિસ્તારમાં રહેતા બીનીતાબેન વિશાલભાઈ આડેસરા (ઉ.વ ૨૩) પર એસીડ અટેક થતા પરિણીતાને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી મહિલા પર એસીડ અટેકને પગલે ડીવાયએસપી, એ ડીવીઝન પોલીસ કાફલો દોડી ગયો હતો બનાવ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બીનીતાબેનના લગ્ન અગાઉ કલ્પેશ પટેલ નામના યુવાન સાથે થયા હતા અને ત્રણ માસ બાદ તેને છૂટાછેડા લઈને બાદમાં વિશાલ આડેસરા સાથે કર્યા હતા. રાજકોટ પ્રથમ લગ્ન છુટા થયા બાદ પરિણીતા બીજા લગ્ન કરીને દંપતી મોરબી રહેવા આવ્યા હતા આમ પત્નીએ છૂટાછેડા લઈને બાદમાં બીજા લગ્ન કર્યા હોય જે બાબતના મનદુઃખને પગલે આજે વાઘપરા નજીક પૂર્વ પતિ બાઈક લઈને આવ્યો હતો અને એસીડ અટેક કરીને નાસી ગયો હતો. એ ડીવીઝન પોલીસે પરિણીતાને મોરબી પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરી છે અને આરોપીને દબોચી લેવા કવાયત આદરી છે. 

(10:32 pm IST)