હળવદમાં બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
હળવદ-ધાંગધ્રા અને મોરબીની જુદી-જુદી ૨૦ ટીમોએ ભાગ લીધો
(દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨૦ : શહેરમાં બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ સુરેન્દ્રનગરમાંથી જુદી જુદી ૨૦ ટીમોએ ભાગ લીધો હતો અને વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
બજરંગ યુવા ગ્રુપ દ્વારા નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક દિવસ માટે કરાયેલા આયોજનમાં મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુદી-જુદી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ટીમને ૫૫૦૦ રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી સાથે ઉપ વિજેતા ટીમને પણ ટ્રોફી અને રૂ.૨૫૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતું આ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા સંદીપ પટેલ, રાજુભાઈ ભુવા, જીગ્નેશ પટેલ, કિરીટભાઈ પટેલ, યોગેશ ઝાલોરીયા તેમજ બજરંગ યુવા ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.