સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલી ૧૦૦ વર્ષ જુની શાળાઓનો ઇતિહાસ મોકલોઃ ઇતિહાસકારોને આહવાન

સાહિત્યના સાધક ભનુભાઇ ખવડ સુરેન્દ્રનગરના 'કેળવણીનો ઇતિહાસ' વિષય ઉપર પુસ્તક લખી રહયા છે, સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સી.ટી. ટુંડીયા સાથે બેઠક

રાજકોટઃ ઇતિહાસ સાથે સાહિત્ય,વૈદિક સાહિત્ય, વૈદિક સાહિત્ય, વેદો, ઉપનિર્ષદો, વેદાંશો, પઠદર્શન, બ્રાહ્મણ ગંથ્રો જેવા મુળગંથ્રોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરનાર શ્રી ભનુભાઇ ખવડના 'કેળવણીનો ઇતિહાસ' વિષય ઉપર પુસ્તક લખી રહયા છે. આ અંતર્ગત તેઓએ સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડીયા સાથે બેઠક યોજી હતી. જેની અક્ષરસઃ યાદી અહિ પ્રસ્તૃત છે.

 શ્રી સી.ટી. ટુંડીયા ( પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ તાલિમ ભવન સુરેન્દ્રનગર), સંસ્કૃતિ, ઇતિહાસ અને સાહિત્યને જીવંત રાખવા માટે હંમેશ ચિંતીત હોય છે.  શ્રી ટુંડીયાની અધ્યક્ષતામાં   સુરેન્દ્રનગરના 'કેળવણીનો ઇતિહાસ' વિષય પર પુસ્તક લખવા માટે પરામર્શ બેઠક કરવામાં આવી જેમા શ્રી ખવડને આંમત્રણ અપાયેલ.

    ટુંક સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાનો કેળવણીનો ઇતિહાસ સ્વરુપે એક પુસ્તક બહાર પડનાર છે. ત્યારે ઇતિહાસ રસિકો અને ઇતિહાસકારોને આહવાન કરવામાં આવે છે કે તેઓના પોતાના ગામ, તાલુકા મથક અથવા તો આજુબાજુના ગામની શાળા ઓ જે ૧૦૦ વર્ષ કરતા પણ જૂનીછે તેવી શાળાઓના ઐતિહાસિક લેખ આવકાર્ય છે.

જેમા શાળા સ્થાપના વર્ષ, શાળા બંધાવનાર કોણ, શાળા અને શિક્ષણ પ્રત્યે યોગદાન આપનાર, વિગેરે વિગેરે શૈક્ષણિક માહિતી પાચથી દશ પેજમા સુવાચ્ય અક્ષરે લખી શિક્ષણ તાલિમ ભવન સુરેન્દ્રનગર ખાતે તા. ૨૫-૦૧-૨૦૨૧ સુધીમા પહોચાડવા આહવાન કરવામાં આવેછે, ખાસ નોંધ કે કોઇપણ લેખનની માહિતી સંદર્ભ ગ્રંથની સાથે હોવી અનિવાર્ય છે, અન્યથા સ્વિકારવામા આવશે નહિ.

 જિલ્લાના આશરે ઘણાજ ગામ હોવાથી તાત્કાલિક પહોચી શકાય તેમ ન હોવાથી  ગામનો શૈક્ષણિક ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાય તેવી આશા સહ ને જણાવવામાં આવ્યું છે. મુલાકાતમાં જિલ્લા શિક્ષણ તાલિમ ભવન એક કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર હોય તેવું મને લાગ્યું, ટુંડીયા મને બધા જ વિભાગ બતાવી વિસ્તૃત માહિતગાર કરાયા હતા.

     ૯૦૦૦ હજાર પુસ્તકોની સંપતિ લઇને બેઠેલું તાલિમ ભવનમાં જિલ્લાના પુરાત્ત્।વિય વારસાને સંઘરીને બેઠેલાં સ્થાપત્યની તસવીરો જાઇ ખુબ આનંદ થયો, તેનાં એક એક ખંડનું નામ ઐતિહાસિક અને  વ્યકિત વિશેષના નામ ઉપરથી રાખવામાં આવેલછે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનાં નામથી આ તાલિમ ભવનમાં જિલ્લાનાં શહિદોની સ્મૃતિ સ્મારક અને દરેક શહિદોનાં ગામની માટીને રાખવામાં આવેલી જોઇ મને અતિ આનંદ થયો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુનાં ચરખાની યાદ  તેમજ જિલ્લાના પ્રાણીજગતની યાદ રુપે ઘુડખરને પણ ભૂલ્યા નથી, જિલ્લાનાં ગરવિષ્ઠ કેળવણીનાં ઉપાસકો લેખકો કવિઓની તસવીરો શોભામાં અભિવ્રૂધિ રજુ કરાઇ છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

 આ તમામ કાર્યનાં નિમિત સ્વરુપે શ્રી ટુંડીયા અને તેમનાં સહયોગી શિક્ષક મિત્રોને ભનુભાઇ ખવડ દ્વારા અભિનંદન પાઠવાયા હતા.

(11:37 am IST)