સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

રમતા રમતા બાળક કેનાલમાં પડી ગયું : મંત્રી મેરજાએ કેનાલમાં પાણી બંધ કરવાના આદેશ આપ્યા.

મોરબીના લખધીરપૂર ગામ પાસે આલ્ફા ફેક્ટરી નજીક કોઈ શ્રમિકનું 9 વર્ષનું બાળક રમતા રમતા મચ્છુ કેનાલમાં પડી ગયું હતું.

 આ ઘટના અંગે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને જાણ થતાં તેઓએ તાકીદે કેનાલમાં પડી ગયેલા બાળકને શોધવા તેમજ આ માટે કેનાલમાં પાણી બંધ કરાવવા મોરબીના અધિક કલેકટર મુછારને સૂચના આપવામાં આવી હતી. જેથી સિંચાઈની સૌની યોજના કેનાલનો ગેટ તાકીદે બંધ કરાવીને બાળકની શોધખોળ આદરવામાં આવી છે.

(9:12 pm IST)