સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

રાજુલા પંથકમાં આવેલો ધાતરવડી-1 ડેમ છલકાયો ધારેશ્વર, ઝાપોદર,માંડરડી, ભાક્ષી જેવા ગામડાને સાવચેત કરાયા

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલો ધાતરવડી-1 ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો અને આજે ડેમ 100 ટકા જેટલો ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ધારેશ્વર, ઝાપોદર,માંડરડી, ભાક્ષી જેવા ગામડાને સાવચેત કરવામાં આવ્યા છે

 આ ઉપરાંત રાજુલા શહેર નજીક પણ નદીની નજીક હોવાને કારણે રાજુલા શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ ગામના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ અને ઉપરવાસની પાણીની આવકને પગલે રાજુલાનો ધાતરવાડી 2 ડેમ પણ છલકાય તેવી શકયતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

(9:32 pm IST)