સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th July 2021

ભાણવડનો કબરકા ડેમ ઓવરફલો લાલપુરના ભણગોરમાં મેઘરાજાની તોફાની બેટીંગ

(ડી.કે.પરમાર દ્વારા) ભાણવડ તા. ૧૯ : હાલમાં દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર બન્ને જીલ્લામાં મેઘરાજાની આગાહી સાચી ઠરી હતી. ભાણગોર પંથકમાં શનીવારે વરસાદની ધમાકેદાર ઇનીંગ શરૂ થયેલ અને ભાણવડના કોઢાખાઇ, કબરકા, ભોરીયા સહીતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડયો હતો. જયારે ભાણવડ શહેર વિસ્તારમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તા.૧૮ ને રવિવારના રોજ છુટો-છવાયો વરસાદ નોંધાયો  હતો.

ભણગોર સહીતના ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ભાણવડ તથા લાલપુરની બોડર પર આવેલ કબરકા ડેમ શનીવારના રોજ ઓવરફલો થયો હતો. સતત મેઘ મહેરથી ખેડુતો ખુશ-ખુશાલ થયેલ છે.ભાણવડના વર્તુ-ર સિંચાઇમાં ૮ ટકા નવા નીરની આવક થયેલ તેમજ હાલમાં ૧ર ટકા ડેમ ભરાયેલ છે.

(11:41 am IST)