સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજમાં પ્રથમ જ્યોતિબહેન હણ પી.એચ.ડી. થયાં

મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા માન્યતા આપીને જ્યોતિ સોમાભાઇ હણ ને પીએચ. ડી. ની પદવી એનાયત કરી

  મોરબી : સોમાભાઈ ધનાભાઈ હણ તથા દેવીબેન સોમાભાઈ હણના પુત્રી જ્યોતિ સોમાભાઈ હણે સ્વસહાય જુથ દ્વારા ગ્રામિણ મહિલાઓમાં આવેલ પરિવર્તનનો એક અભ્યાસ (આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનનાં સંદર્ભમાં) વિષય ઉપર મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સમાજ કાર્ય ભવનના ડૉ. ગીતાબેન લાલના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા માન્યતા આપીને જ્યોતિ સોમાભાઇ હણ ને પીએચ. ડી. ની પદવી એનાયત કરેલ છે. તેની આ સિધ્ધી બદલ તેમનો પરિવાર અભિનંદન પાઠવે  છે.

(10:56 pm IST)