સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

મોરબીના સિવિલ સર્જન ડો. વિમલ દેત્રોજાને ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હીની હોસ્પિટલમાં એડમીશન મળ્યું

ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમ્યાન દર માસે 50 થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે સિવીલ હોસ્પિટલ કરી બતાવ્યા છે

મોરબી: શહેરની સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે કાર્યરત ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં એડમીશન મળ્યું છે તેઓ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હી જશે અને નવી ટેકનોલોજીનો અભ્યાસ કરીને આવશે જેથી મોરબીને તેમની સેવાઓનો લાભ મળશે
મોરબી સિવીલ હોસ્પિટલ માં કલાસ-1 જનરલ સર્જન તરીકે કાર્યરત ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલમાં એડમીશન મળતા હાલ તેઓ ઉચ્ચ ટેકનીકલ અભ્યાસ માટે દિલ્હી જશે
ડો. વિમલ દેત્રોજાએ ફરજ દરમ્યાન દર માસે 50 થી વધુ જટીલ ઓપરેશનો વિનામુલ્યે સિવીલ હોસ્પિટલ કરી બતાવ્યા છે તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે દિલ્હી ગયા હોવાથી હાલ મોરબી સિવીલ હોસ્પિટલમાં જનરલ સર્જનની પોસ્ટ ખાલી પડી છે પરંતુ ડો. વિમલ દેત્રોજા જલ્દીથી પોતાના એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ પૂર્ણ કરી પરત આવશે ત્યારે મોરબીના દર્દીઓને તેમની સેવાઓનો લાભ મળશે

(8:30 pm IST)