News of Thursday, 19th May 2022
અકળ કારણોસર મીઠાપુરના ભીમરાણીની નવપરિણીતાએ ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૯ : મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી સીમાબેન મેરૂભા માણેક નામની ૧૯ વર્ષની પરિણીત યુવતીએ ગત તારીખ ૧૭ના રોજ પોતાના ઘરે લાકડાના પેઢિયામાં રસ્તા વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યુ હતું.
મૃતક સીમાબેન ગુમસુમ રહેતી હોય, અને કોઇ સાથે કંઇ બોલતી હોય, અકળ કારણોસર તેણીએ આ પગલુ ભરી લીધુ હોવાની જાણ મૃતકના પતિ મેરૂભા માણેકભા માણેક (ઉવ.૨૧)એ મીઠાપુર પોલીસને કરી છે. સંયુકત કુટુંબમાં રહેતી મૃતક યુવતીનો લગ્ન ગાળો આશરે પાંચ માસનો હતો. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(2:23 pm IST)