સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

અમરેલીમાં ૯ ભેંસો ભરેલ ટ્રક સાથે ૩ ની ધરપકડ અમરેલી

 સાવરકુંડલા રોડ, ફાટકની પાસે, સાવરકુંડલા ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાતે લઇને જાય છે તેવી વર્ધી મળતા તાત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે ભેંસ નંગ ૦૯(નવ) કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, કતલ કરવાના ઇરાદે , ખીચો-ખીચ રીતે બાંધી(ગોંધી) રાખી, ક્રુરતાપૂર્વક ટ્રકમાં ભરી, હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા ટ્રક જેના રજી.નંબર જીજે-૦૧-ઇટી-૬૧૨૨ની કિ.રૃ.૫,૦૦,૦૦૦/- તેમજ ટ્રકમાં ભરેલ ભેંસ જીવ નંગ-૦૯ (નવ)ની કિ.રૃ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કિ.રૃ.૬,૮૦,૦૦૦/-  ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી સાથે પકડી પાડી આરોપી વિરૃધ્ધ અમરેલી રૃરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦ ૪૫૭/૨૦૨૨ પશુઓ પ્રત્યેનો ઘાતકીપણુ અટકાવાનો અધિનિયમ- ૧૧(૧)(એ),  ૧૧(૧)(ડી), ૧૧(૧)(ઇે), ૧૧(૧) (આઇે), ૧૧(૧)(એચ) તથા મોટર વાહન અધિનિયમ-૧૭૭,૧૮૧,૧૮૪,૧૯૨ તથા ઇ.પી.કો. ક. ૧૧૪ મુજબનો ગુનો ૧) મહમદઇરફાન ઇકબાલભાઇ કુરેશી, રહેવાસી-કાઝીવાડ, પાણી દરવાજા, સ્વામીનારાયણ મંદિરની પાછળ,ર) અજીમભાઇ ઇકબાલભાઇ કાલવા રહેવાસી હાલઃ અમરેલી, ડુબાણીયાપા, તકવા મસ્િઁજદની પાસે મુળ-રાજુલા, વોરાવાડ શેરી, ખોડીયાર માતાજીના મંદિરની પાછળ ૩) અબ્દુલભાઇ નુરમહમદભાઇ તરફવાડયા રહેવાસી-અમરેલી  ડુબાણીયા પરા, કાઠીફળીને ઝડપી લીધેલ છે.

(1:06 pm IST)