જેતપુરની મહિલા ક્રિકેટર જાનવી સાવલિયાની રાષ્ટ્રકક્ષાએ પસંદગી
(નિતીન વસાણી) નવાગઢ,૧૯ : જેતપુર ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કોચ મિતેષ ચૌહાણ, તેમજ PTI ડો. આર.વી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જેતપુર ની ગ્લોબલ ક્રિકેટ એકેડમી તેમજ
ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ટ્રેનિંગ લઈરહેલ જેતપુરની સરદાર પટેલ કેળવણી મંડળમાં અભ્યાસ કરતી જાનવી સાવલીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહિલા ક્રિકેટ ટીમમાં રાષ્ટ્રીયકક્ષાએ વેસ્ટઝોનની ટીમમાં પસંદગી પામી છે.
જેતપુરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા ક્રિકેટર જાનવી સાવલિયાનું રાષ્ટ્રકક્ષાએ સિલેક્શન થતાં ધવલ સ્કૂલના પ્રેસિડેન્ટ દિનેશ ભૂવા, એડવોકેટ જનકભાઈ પટેલ, તેમજ spkm ના ટ્રસ્ટ મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભવિષ્યમાં જાનવી જેતપુર તેમજ ભારતનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.