સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

બાબરા તાલુકાના કરીયાણા ઇશ્વરીયા માર્ગનું સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત

રાજયના ધોરીમાર્ગને જોડતો આ માર્ગ રૃપિયા ૧પ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મંજુર કરાવતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેર પ્રસરી ઃ વર્ષોથી બિસ્માર માર્ગમાં હાલાકી ભોગવી રહેલા રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી

બાબરા, તા.૧૯ ઃ  બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અનેક રોડ મંજુર કરી તેનું ખાત મુહૂર્ત કરાવી માર્ગોનું કામ શરૃ કરાવતા વર્ષોથી બિસ્માર માર્ગમાં હાલાકી ભોગવી રહેલા રાહદારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી

  બાબરા તાલુકાના ઇશ્વરીયા કરીયાણા માર્ગ રાજ્યના ધોરી માર્ગ ને જોડતો માર્ગ હોવાથી મોટી સંખ્યામાં રાહદારીઓ આ માર્ગમાંથી પસાર થતા હોય છે પણ માર્ગ અતિ બિસમાર હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી અને અકસ્માત સર્જાવાની ભીતિ સતાવી રહી હતી ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને લોકો માંથી  રોડ બનાવવા  ની રજુઆત મળતા

  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજય સરકારમાં અસરકારક રજુઆત કરી અહીં માર્ગ માટે રૃ ૧૫ લાખ મંજુર કરાવતા કોંગ્રેસના સ્થાનિક અગ્રણી ધીરુભાઈ વહાણી,જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,મુકેશભાઈ ભાલીયા, ઈશ્વરીયા ગામના સરપંચ દેવશીભાઇ ગોલાણી કીડી સરપંચ ધીરુભાઈ ઝાપડિયા શીવાભાઈ ગેલાણી દિલુભાઇ દરબાર ઉપ સરપંચ દેવસીભાઇ કનેજળીયા બાવચંદભાઈ ગે બીજલભાઈ મકવાણા અમરશીભાઈ ગોલાણી સહિતના અગ્રણીઓ દ્વારા માર્ગનું ખાત મુહૂર્ત કરી માર્ગનું કામ શરૃ કરાવતા સ્થાનિક રાહદારીઓ રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.

(1:05 pm IST)