સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

વિરપુર પાસે આઇશર પલટી જતા રસ્‍તા ઉપર કેરીના બોક્ષના ઢગલા થયા

ધોરાજી : વીરપુર નજીક કેરી ભરેલ આઇસર વાહન પલ્‍ટી ખાઇ જતા રોડ પર કેરીના બોક્‍સના ઢગલા પડેલ છે તાલાળા થી રાજકોટ તરફ જઈ રહેલ આઈસર વાહન જેમાં કેરી ભરેલ હોય અને વીરપુર નજીક આઇસર નું ટાયર ફાટતા આઇસર વાહન ગોથા ખાઈ જતા રોડ પર કેરીના, બોક્‍સ ઢગલા પડેલા હતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો આ બનાવની જાણ થતા વિરપુર પોલીસ ઘટના સ્‍થળે દોડી ને ટ્રાફિક ક્‍લિયર કરાવેલ હતો સદનસીબે કોઈને ઈજા થયેલ નથી.

(1:03 pm IST)