સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

ભાવનગરના ઠોંડા ગામે ૧૦૦ ફૂટ ઊંડા કુવામાં દીપડો ખાબકયોઃ વન વિભાગે રેસ્‍કયુ કરી પાંજરે પૂર્યો

ભાવનગરઃ રંઘોળાના ઠોંડા ગામે શિકારની શોધમાં ફરતો એક દીપડો ગામમાં આવી ચડ્‍યો હતો અને ખેતરમાં રહેલા ૧૦૦ ફૂટના કૂવામાં પડી ગયો હતો. ઠોંડા ગામના આહીર મેઘાભાઈ ભીમાભાઇ ચાવડા, ખીમાભાઇ ભીમાભાઇ ચાવડાના બન્ને ભાઈનું સંયુક્‍તમાં રહેલા ખેતરના કૂવામાં દીપડો ખાબકયો હતો. જ્‍યારે ખીમાંભાઈ ખેતરમાં આવેલા કૂવાની મોટર ચાલુ કરવા ગયા ત્‍યારે તેઓને ઘટનાની જાણ થઇ હતી જેથી તેઓએ તરત જ વનવિભાગને આ અંગે જાણ કરતાં અધિકારી કર્મચારીઓ ઠોંડા ગામે પહોંચી ગયા હતા. ઉમરાળા સિહોર ગારીયાધાર સહિત વન વિભાગના નીલમબેન ગોલેતરા, સુમિતાબેન ડાકી, સહિત અધિકારી કર્મચારીએ દીપડાને દોરડાથી બાંધીને પાંજરા ગોઠવી દીપડાને દોરડું બાંધીને કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢી રેસ્‍કયું કર્યુ હતું. દીપડાને પાંજરે પુરાઈ ગયેલો જોતાં જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્‍યો હતો.

 

(11:47 am IST)