સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

ગારીયાધાર પાસે અકસ્‍માતમાં બાઇક ચાલક યુવાનનું મોત

ભાવનગર તા. ૧૯ :.. ગારીયાધાર તાલુકાના મોટી વાવડી નજીક વૃક્ષના થડ સાથે બાઇકનો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા મોત નિપજયું હતું. અકસ્‍માત અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર નજીક મોટીવાવડીથી સુખપર જતા રોડ પર વૃક્ષની સાથે ગત મોડી રાત્રે દિપકભાઇ ભરતભાઇ બારૈયા (ઉ.વ.ર૭)નું બાઇક અથડાતા ગંભીર ઇજાઓ સાથે પ્રથમ ગારીયાધાર અને બાદમાં ભાવનગર સારવાર માટે રીફર કરાયેલ જયાં તેનું મૃત્‍યુ નિપજયું હતું. આ બનાવથી મૃતક યુવાનના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે

(11:14 am IST)