સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

ઉનાની સૈયદ રાજપરા શાળાનું ગૌરવ

ઉનાઃ સૈયદ રાજપરા ગામની સરકારી માધ્‍યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ કોડીનારમાં ગીર સોમનાથ જીલ્લા કક્ષાનો ખેલમહાકુંભ ૨૦૨૨ એથ્‍લેટીકસ હરીફાઇ યોજાઇ હતી જેમાં શૈયદ રાજપરા માધ્‍યમિક શાળાનાં ખેલાડીઓ અનુરાજ વિશાલ જેન્‍તીભાઇ બાંભણીયા  ૧૦૦ મીટર દોડમાં બીજા ક્રમે, જીગર કાનાભાઇ બાંભણીયા લાંબી કુદમાં ત્રીજા ક્રમે, હેતલબેન રમેશભાઇઇ સોલંકી ૧૫૦૦ મીટર અન્‍ડર-૧૭ દોડમાં બીજા ક્રમે, હેતલબેન રમેશમભાઇ રાઠોડ લંગડી ફાડ કુદમાં ત્રીજા ક્રમે તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ઓપન એજમાં સિકંદર જમાલભાઇ શેખ ૧૦૦ મીટર દોડમાં પ્રથમ ૨૦૦ મસઠર દોડમાં પ્રથમ, સોનલબેન રમેશભાઇ સોલંકી ૧૦૦ મીટર દોડમાં ત્રીજા ક્રમે વિજેતા બનેલ છે. પ્રથમ-બીજા ક્રમે વિજેતા ખેલાડીઓ રાજયકક્ષાએ સ્‍પર્ધામાં ભાગ લેવા જતા હોય, માધ્‍યમિક શાળાના આચાર્ય પાલ પ્રકાશભાઇ તથા સ્‍ટાફે અભિનંદન સાથે શુભકામના આપી હતી. તમામ ખેલાડીઓને માર્ગદર્શન નયનકુમાર  સાંખર શેખ સિંકદર જે. અશોકભાઇ વી.રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. ગૌરવ વધારનાર ખેલાડીઓની શાળાના આચાર્ય તથા કોચ સાથેની તસ્‍વીર.

(9:52 am IST)