સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

હળવદની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ ડાહ્યાભાઈ ભરવાડનો પરિવાર એક દિ' પહેલાં જ હળવદ પહોંચ્યો હતો, મૃતક બારેય શ્રમજીવીઓ કચ્છના

મૃતકો કચ્છના ગાગોદર, સોમાણીવાંઢ અને કુંભારીયા ગામના : રોજગારી માટે વતન છોડી હળવદ પહોંચ્યા પણ મોત મળ્યું!!

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

હળવદમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા બારેય શ્રમજીવીઓ કચ્છના વાગડ વિસ્તારના રાપર તા.ના રહેવાસીઓ છે. વિધિની વક્રતા તો જુઓ કે રોજગારી માટે પોતાનું કુંભારિયા ગામ છોડી એક જ દિ પહેલાં હળવદ પહોંચેલ ડાહ્યાભાઈ સહિત તેમના ત્રણેય પરિવારજનો મોતને ભેટ્યા હતા. અન્ય ૯ મૃતકો કચ્છના રાપર તા.ના સોમાણી વાંઢ, ગાગોદર અને પલાસવા ગામના છે. તમામે રોજગારી માટે પોતાનું વતન છોડ્યું હતું અને પેટિયું રળવા હળવદ આવ્યા હતા.

સોમાણીવાંઢના મૃતકો

૧. રમેશ મેધાભાઇ સોમાણી (ઉ.વ.૪૨), ૨. દિલીપ રમેશભાઇ સોમાણી (ઉ.વ. ૨૩), ૩. શીતલબેન દિલીપ સોમાણી (ઉ.વ.૨૨), ૪. દીપક દિલીપ સોમાણી (ઉ.વ. ૨) ૫. શ્યામ રમેશ સોમાણી (ઉ.વ. ૧૦) ૬. દક્ષાબેન રમેશ સોમાણી (ઉ.વ. ૧૪)

 

*કુંભારિયા ગામના મૃતકો

૭. ડાયાભાઇ નાગજી ભરવાડ (ઉ.વ. ૪૨), ૮. રાજીબેન ડાયાભાઇ ભરવાડ (ઉ.વ. ૪૧), ૯. દેવીબેન ડાયાભાઇ ભરવાડ (ઉ.વ. ૧૫)

*ગાગોદર અને પલાંસવા ગામના મૃતકો 

૧૦. રમેશભાઇ નરશીભાઇ પીરાણા (ઉ.વ.૫૧), ૧૧. કાજલબેન રમેશભાઇ પીરાણા (ઉ.વ. ૨૦)

૧૨. રાજેશભાઇ જેતામભાઇ મકવાણા (ઉ.વ. ૩૯).

(9:40 am IST)