સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

માળિયા-ટંકારા અને મોરબી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોએ વીસીઈ આંદોલનને ટેકો જાહેર કર્યો

ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ પડતર માંગણીને લઈને આંદોલન

ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ પડતર માંગણીને લઈને આંદોલન ચલાવી રહ્યા છે અને હડતાલ તેમજ આવેદન સહિતના વિરોધના કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે માળિયા, ટંકારા અને મોરબી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે

માળિયા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારી મારફત રાજ્યપાલને લેખિત પત્ર મારફત વીસીઈ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે જેમાં માળિયા તાલુકાના જુના ઘાટીલા ગ્રામ પંચાયત, સુલ્તાનપુર ગ્રામ પંચાયત, ખાખરેચી ગ્રામ પંચાયત, તેમજ ટંકારા તાલુકાના અમરાપર, લખધીરગઢ ગ્રામ પંચાયત, મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયત, ઘૂટું ગ્રામ પંચાયત, હળવદ તાલુકાની સમલી ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકાની વિનયગઢ ગ્રામ પંચાયત દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

(10:03 pm IST)