સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th February 2018

વડીયામાં તાલુકા નારી સંમેલન

વડીયાઃ સ્ત્રી શકિતકરણ અને સરકાર શ્રી મહિલા સંબધી યોજનાઓથી માહિતગાર કરવા તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી ભાનુમતિબેન વસાણીના અધ્યક્ષ સ્થાન નારી સંમેલન યોજવામાં આવેલ ચોટાઇ વિનય મંદીર અને મોઘીબા કન્યા શાળા- વડીયાની બહેનો દ્વારા પ્રાર્થન ગીત સ્વાગતગીત થી પ્રારંભ થયો. તા.વિ. અધિ.શ્રી રાઠવાએ સ્વાગત કરી સંમેલનના હેતુ અને  સ્ત્રીશકિતકરણ બાબતે પ્રસ્તાવના રજુ કરી  તા.પં. અધ્યક્ષ ભાનુમતિબેન, ઉપપ્રમુખ દેવદાનભાઇ ખાટરીયા, સા.ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન ધાધલ, ના જિ.વિ. અધિકારી શ્રી માકડ મા. મામલતદાર ચુડાસમા જિલ્લા /તા.પં.ના સદસ્યશ્રીઓનું સ્વાગત કરવામાં આવેલ. નારી અદાલતમાંથી જશુબેન ભંડેરી કો. ઓર્ડીનેટર શ્રી સોનલબેન પટોળિયા, મીશન મંગલમમાંથી હંસાબેન જાદવ પંચાયત ક્ષેત્રે  ત કમા ૧ પ્રિયાબેન ભાલાળા, આશા વર્કરથી આશાબેન પરમાર (આરોગ્ય ક્ષેત્રેમાંથી) વિગેરે અધિકારીશ્રીઓએ મહીલાઓની અનેક યોજનાઓની જાણકારી આપી લાભ લેવા  જણાવેલ  હતું  સહાય જુથ- જુથુડીને મીરાન મંગલમ યોજના હેઠળ માન.અધ્યક્ષશ્રીઓએ  ભાનુમતિબેન વસાણીના હસ્તે રૂ.અઢીલાખની સહાયનો ચેક અર્પણ થયો હતો. પ્રમુખશ્રી પીનલબેન સખીમંડળની આપ્રવૃતિથી થતાં લાભો અંગે પ્રતિભાવ આપ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી ભાનુમતિબેન શુભેચ્છા પાઠવી હતી. ના.જિ.વિ.અધિ.શ્રી માકડર ઉદબોધન કયું હતું

 કાર્યક્રમને સફળ બનાવવા મદદ. તા.વિ. અધિ.શ્રી ભીમાણી શ્રી ડીે.જે. દેસાઇ, માઢકભાઇ, પંકજભાઇ પુરણીયા, પારસભાઇ લક્ષેસભાઇ ટાટરીયા, અધિ. શ્રી રમાબેન જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સંચાલન પુર્વ બી.આર.સી ઉદયભાઇ દેસાઇએ અને આભાર વિધિ તકમશ્રી પાયલબેન તેરૈયાએ કરી હતી (૪૦.૪)

(12:05 pm IST)