સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th January 2021

ભાણવડમાં સગપણ બાબતેના મનદુઃખમાં આધેડ પર છરીથી હુમલો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૯:  ભાણવડમાં રહેતો હિતેશ નંદકિશોરભાઇ ગોંડલીયાની સગાઇની વાતચીત મારા સાઢુભાઇની દિકરી સાથે ચાલતી હોય તેને જોવા જવાનું હોવાથી મેં ના પાડતા ગઇકાલે હું બસ સ્ટેન્ડ સામે હિતેશની દુકાન હિંગળાજ ટ્રેડર્સ પાસે હતો ત્યારે હિતેશે ઉશ્કેરાઇ જઇ તે બાબતો ખાર રાખી ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી છરીથી ઇજા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે હિતેશ ગોંડલીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાના રૂપેણ બંદરમાં પરીણીતાને લાલચ આપી શખ્સે બિભત્સ માંગણી

દ્વારકાના રૂપેણ બંદર ભડાલા ચોકમાં રહેતી શબનમબેન જાવીદભાઇ ચૌહાણ (ઉ.વ.ર૩) નામની પરીણીતાએ ઇમરાન નુરશા રફાઇ સામે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે મારા પતિ ઘરે ન હોય એ સમયે ઇમરાને મને કહેલ કે તારા પતિને હું મારી બોટમાં ફીશીંગ માટે આવવું હોય તો તેને હું દોઢ લાખ રૂપીયા આપીશ અને સોના-ચાંદીના દાગીના પણ આપીશ તેવી લાલચ આપી મારી પાસે બિભત્સ માંગણી કરી હતી. આ અંગે પરીણીતાની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે ગુનો નોંધ્યો છે.

ખંભાળીયાની સગીરાને નશાડી જનાર  વિરૂધ્ધ ફરીયાદ

ખંભાળીયામાં રહેતા પરિવારની ૧પ વર્ષની સગીર વયની પુત્રીને  ખંભાળીયામાં જ બરછા પાડામાં રહેતો વીરૂ ગીરી સંજયગીરી ગૌસ્વામી નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ સગીરાના પિતાએ ખંભાળીયા પોલીસમાં નોંધાવતા પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનોનોંધી શોધખોળ હાથ ધરી છે.

(3:15 pm IST)